અબજો માં એક - મનુષ્ય

અબજો માં એક,
તુ કમાલ છે.
મનુષ્ય જીવન ની ભેટ,
તુજ ને પ્રાપ્ત છે.
પણ દેખા દેખી ની દોડ માં,
તુ સવાર છે.
સોના ની હરોળ માં,
શ્રમ નો બગાડ છે.
વહી જાશે સમય ની ધારા,
પલક ની એક ઝપક માં.
જો ગુલામી ના ઘરેણાં થી,
તુજ નો શૃંગાર છે.
ખરચી જો બે પળ,
તુ ખુદ ની ઓળખ માં.
આ અમાસ ની રાત માં પણ,
તુ એક ઝળહળતી મશાલ છે.

અબજો માં એક ના એક નો
આ સવાલ છે.

Popular posts from this blog

इंकलाब